1 year ago
1,903
4
જુવો સિંહના ટોળા... ગીર સોમનાથ જિલ્લામાં જંગલ બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર એકી સાથે 11 સિંહો ટહેલતા જોવા મળ્યા ભાગ્યે જ એકી સાથે આટલી સંખ્યામાં સિંહો જોવા મળે કાળઝાળ ગરમીમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ વારંવાર ખોરાક પાણીની શોધમાં જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવતા હોય છે.. હાલ પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે ગીર જંગલમાં રહેતા સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ વારંવાર બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહયા છે. ત્યારે વધુ એક વખત એક સાથે 11 સિંહો ટોળા રૂપે રસ્તા પર ટહેલતા હોવાના દ્રશ્યો કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતો. હાલ આ દ્રશ્યોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં એકી સાથે ગ્રૂપમાં સિંહો આરામથી રસ્તા ઉપર રાજા શાહી રીતે ચાલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળતો વિસ્તાર જિલ્લામાં આવેલા ગીર જંગલની બોર્ડરની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણકારો અનુમાન લગાવી રહ્યા છે. છેલ્લા થોડા સમય દરમ્યાન અનેક વખત સિંહો માનવ વસાહત વાળા વિસ્તારો સુધી આવી જતા જોવા મળ્યા છે. ત્યારે વધુ એક વખત ભાગ્યે જ જોવા મળતા હોય તેવા એકી સાથે 11 સિંહો ગ્રૂપમાં ફરી રહ્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જાણકારોના મતે જંગલમાં ગરમીના કારણે અકળાઈને સિંહો ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તાર તરફ જતા હોય છે. તેવી જ પરિસ્થિતિના કારણે 11 સિંહો જંગલમાંથી રેવન્યુ વિસ્તારના મુખ્ય રસ્તા પર ચડી આવી લટાર મારી રહ્યા છે. વિડીયોમાં દેખાતું સ્થળ ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્ય વિસ્તારનો કોઈ રસ્તો જણાઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં સિંહો રસ્તા પર આરામથી ચાલી આગળ જઈ રહ્યા છે. જે દ્રશ્યો કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા છે. #gir #our _gir_somnath #viralvideos #lionsofgir #girsomnath #veraval _city #somnathtemple #somnath #gujarat
Wah 🌹
1 year ago
🔥
1 year ago
ભાઈ આ વિડિઓ કેટલા વર્ષ જુનો છે
1 year ago
lag bhag 4 5 yr juno 6 😂
1 year ago